
સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી અનુસંધાને આવેલા અતિભારે વરસાદે મોટાભાગના રોડ રસ્તા સહિત નદી નાલા હોકળા ચેક ડેમો ને નુકસાન કર્યાની સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ વાંકાનેર મા વાંકાનેર મોરબી હાઇવે પર નર્સરી નજીક ના સામેના વિસ્તારમાં સર્વિસ રોડ જ્યાંથી રેલવે સ્ટેશન સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારો એવા કે ભોજપરા હસનપર થાન જાલી જેતપરડા ધમાલ પર વગેરે વિસ્તારોમાં થી ગ્રામ્ય વિસ્તાર અને સ્થાનિક વાંકાનેર પંથકના લોકોની અવરજવર રહી છે એવા કચ્છ અમદાવાદ નેશનલ હાઈવે પર વાંકાનેર માં મેઘરાજાની મહેર વરસીને પાણી પાણી કરી દીધું હોય એ પાણી હજુ તંત્રની નજરે ચડ્યું ના હોય તેમ મુખ્ય માર્ગો પર રોગચાળાને આમંત્રણ આપી રહ્યું હોય તેમ ત્યાંથી પસાર થતાં લોકો ની ફરિયાદો ઊઠવા પામી છે જે તસ્વીરમાં તલાવડા ની માફક ફરેલું વાંકાનેર હાઈવે પર પાણી તસવીરમાં દ્રશ્યમાન થાય છે
