“વરસાદ વિરામ કરશે તરત સર્વે કરી નુકસાની ભરપાઈ કરાશે તેવા નેતાઓને દાવા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની વાતો ની જેમ લોકો મહેસૂસ કરવા લાગ્યા”
વાંકાનેર પંથકમાં અતિ ભારે વરસાદે નદી નાલા હોકડા ચેક ડેમો ને ભાંગીને ભૂકો કરી નાખ્યા હોય તેવી એક નહીં અનેક ફરિયાદો અખબાર ના સમાચાર બની ચૂકી છે ત્યારે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કામગીરીની સાથે વળતર ચૂકવવાની વાતો જાણે વિકાસ ની જેમ કાગળ પર સર્વે અને વળતર ચુકવણા થાય તેવું મોટાભાગના લોકો મહેસુસ કરી રહ્યા છે વાંકાનેર નજીક આવેલા રાતીદેવડી ગામ ખાતે રહેવાનું મકાન ભાંગીને ભૂકો થઈ ગયો છે જેની જાણકારી માહિતી સ્થાનિક સરપંચ પાસે હોવા છતાં તલાટી મંત્રી ની રાહ જોવાની છે તલાટી મંત્રી પાસે મધ્યમ ગરીબ વર્ગના લોકોને વળતર સહાય કે સર્વે કરી લાભ મળે તેમાં મુહૂર્ત જોવડાવું પડે તેવી સ્થિતિ રાતી દેવડી ગામે અતિ ભારે વરસાદથી રહેવાનું ઘરનું ઘર ઘરવિહોણા થઈ ગયું હોય એતો જેનું હોય તેને સ્થિતિ ની ખબર હોય પરંતુ નેતાઓએ ચાલુ વરસાદે લીલો દુષ્કાળ અને નુકસાન અંગે સરપંચ ને જણાવેલ હોય સરપંચ કહે મંત્રી આવે પછી સર્વે કરશે પણ મંત્રી કયરે? રાતી દેવડી પોહોચે એતો આવનાર સમય કહેશે પણ હાલ મકાન વિહોણા રાતી દેવડી ગામના પરિવારનું શું!? એ તો વિકાસની વાતો કરનાર નેતાઓ અને તંત્ર વિકાસની ઝલક રાતીદેવડી ગામમાં અતિ ભારે વરસાદથી ભાંગીને ભૂકો થયેલા મકાનથી કેવો ?અને કેટલો ?વિકાસ કરશે !? એ તો સમય કહેશે હાલ અતિ ભારે વરસાદથી ભાંગીને ભૂકો થયેલું મકાન તલાટી મંત્રી નો સર્વે રિપોર્ટની રાહ જોતું તસવીરમાં દ્રશ્યમાન થાય છે