આહમદભાઈ બાદીએ ૧૦ વર્ષ મહીકા ગામમાં સરપંચ તરીકે સેવા આપી હતી
તેના સમયકાળ દરમિયાન તેમણે ખેડૂતો માટે જળ – સિંચાઈ મંડળીની સ્થાપના કરેલ અને વીજળીની વ્યવસ્થા માટે કામો હાથ ધર્યા હતા
ત્યારબાદ તેમણે 1975 માં મહિકા ગામમાં માધ્યમિક શાળાની સ્થાપના કરી જેમાં હાલ અત્યારે આજુ બાજુ ના ઘણા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
આહમદભાઈ બાદી રાજકારણીય ક્ષેત્રો પણ સારી ઓળખ ધરાવતા હતા તેઓ પૂર્વ પર્યાવરણ મંત્રી શ્રી ડોક્ટર દિગ્વીજયસિંહ ઝાલા ના ખાસ મિત્ર પણ હતા. હાલ તેમના પુત્ર હનીફભાઈ બાદી પણ રાજકીય ક્ષેત્ર સંકળાયેલ છે અને તેમની પુત્રી મુમતાજબેન બાદી મહીકા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે મોબાઈલ નંબર 99094 47062 (હનીફભાઈ બાદી)