હમણાં હમણાં મોરબી જિલ્લામાં લોક અદાલત યોજાઈ ગઈ જેમાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે તો અમુક પ્રશ્નો અંગે કાયદાની પરિભાષામાં વિશ્લેષણ કર્યા પછી પરિણામ જાણી શકાશે પરંતુ લોક અદાલત એટલે શું!? એના વિશે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અને એડવોકેટ તરીકે રાજકોટ ઓફિસ ધરાવતા કાયદા નિષ્ણાત એવા ફરીદભાઈ પરાસરા ની કલમથી ટૂંકો પરિચય લોક અદાલત વિશે લોકોને આપવામાં આવ્યો છે જેમાં લોક અદાલત એટલે લોકોની અદાલત, ના કોઈનો વિજય ના કોઈ નો પરાજય.
ગુજરાતમાં લોક અદાલતની શરૂઆત 14 માર્ચ 1982 ના રોજ ગુજરાત રાજ્યના ઉના શહેર ખાતે પ્રથમ શિબિર થયેલ હતી. તેમજ ત્યારબાદ થી લોક અદાલતને વૈધાનિક જોગવાઈ દ્વારા માન્યતા આપવામાં આવેલ.
સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ અને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે એકમાત્ર હેતુથી લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદ ખાતે કાનૂની સેવા સત્તા મંડળ નામથી સંસ્થા મફત કાનૂની સહાય અને તેમના માર્ગદર્શક તરીકે કામગીરી કરી રહી છે.
લોક અદાલત બંધ શનિવારના દિવસે અથવા તો રજાના દિવસોએ બંને પક્ષકારોની સહમતિથી જિલ્લા મથકે અથવા તો તાલુકા મથકે તેમનું ઝાંઝરમાંન ભવ્ય આયોજન કરવામાં આવે છે.
લોક અદાલતની કાર્યવાહી એ એક સ્વેચ્છિક કાર્યવાહી હોતી હોય છે.
લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતર, લગ્ન વિછેદ, ભરણપોષણ, સામાન્ય લેણા, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો, વગેરે કેશો અંગેના વિવાદોનું સુખદ સમાધાન કરી ઉકેલ લાવવામાં આવે છે.
લોક અદાલતના સમાધનોમાં વકીલો, સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પોલીસ અધિકારીઓ, વીમા કંપની અને બેંકના જવાબદાર અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહી શકતા હોય છે.
નામદાર કોર્ટોમાં ઘણા વર્ષોથી વિલંબમાં પડેલા કેસોને ઝડપી અને બિન ખર્ચા નિકાલ થાય તે માત્ર એક હેતુસર લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે.
વિશેષમાં લોક અદાલતના ચુકાદાઓને નામદાર કોર્ટ દ્વારા તેમને કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવે છે.
આથી જ લોક અદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
વિગતવાર માહિતી આપનાર.
ફરીદ મદની એ પરાસરા (અધિવક્તા).
મોબાઈલ નંબર. 96 872 37991