
રાજકોટ હાલ મિક્સર ઋતુઓ માં રોગચાળા થી મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોય એવા સમયે સ્વભાવિક છે કે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે પણ દર્દીઓની લટક લાગી હોય ત્યારે આ તારીખ 1 9 2024 થી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ બ્લડગ્રુપની સખ્ત અછત મોટાભાગના દર્દીઓને દર્દીઓના સગા સંબંધીઓ અનુભવી રહ્યા હતા વિવિધ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર દાતાઓના સંયોગથી માત્ર 9 દિવસ માં 809 બ્લડની બૉટલ્સ એકત્રિત કરવાંમાં આવેલ જેમાં શ્રી મોદીસ્કુલ દ્વારા 457 રાજકોટ સિવિલ હોસ્પિટલ ને અર્પણ કરેલ, હમણાં જ મારવાડી યુનિવર્સિટી તેમજ દર્શન યુનિવર્સિટી દ્વારા 453 બ્લડની બોટલ્સ અર્પણ કરેલ.આજે ખાસ તો શાપર ખાતે સ્વ.કિશોરભાઈ ટીલાળાની સ્મૃતિરૂપે મહારક્તદાન કેમ્પમાં રાજકોટ સિવિલ હોસ્પિટલને 393 બ્લડની બોટલ્સ અર્પણ કરેલ, રાજકોટ સિવિલને જ્યારે પણ બ્લડની સખ્ત અછતના સમયે અચુક સ્વ. કિશોરભાઈ ટીલાળા એ અચુક શાપર ખાતે રક્તદાનકેમ્પનું આયોજન કરાવી આપતાં, એવા ઉમદા વ્યક્તિત્વ ધરાવતાં, પરમ સેવા ધર્મએ એમનો મંત્ર અને શ્વાસ હતો,નાની વયે હમણાં જ અકસ્માતમાં અવસાન પામેલાં અને સર્વેમાં લોકચાહના ધરાવતાં હતાં, બીજું એવું જ વ્યક્તિવ ધરાવતાં અને નાની ઉંમરે કેન્સર જેવી મહારોગમાં અવસાન પામેલાં સ્વ.કિરણભાઈ રામોલિયા કે જેમને વાવડી ખાતે રાજકુલર સિસ્ટમ્સ ખાસ તો અમને ઘણાં વર્ષ થયાં માર્ચથી ઓગસ્ટ સુધી વિનામુલ્યે એરકુલર ની સેવા આપતાં શ્રી કલ્પેશભાઈ રામોલિયા ને ત્યાં આજે 126 +51 =177 તેમજ નાગર બોર્ડિંગ ખાતે શ્રી પરેશભાઈ વાઘાણી ના જન્મદિવસ નિમેતે 96 તેમજ બ્રહ્માકુમારી ના શ્રીભારતીદીદી ના જન્મદિવસ નિમિત્તે 53 આમ રાજકોટ સિવિલ હોસ્પિટલને માત્ર સપ્ટેમ્બરમાં 🩸1945🩸 બ્લડની બોટલ્સ અર્પણ કરવાંમાં આવેલ,આ તમામ ઓર્ગેનાઈઝરશ્રી, તમામ રક્તદાતાઓશ્રીઓ ના ખાસ અમો આભારિત અને ઋણી છી એ
સવિશેષ મારા માતૃ શ્રી સ્વ.ઈન્દિરાબેન વસંતભાઈ જસાણીની ચતુર્થ પુણ્યતિથિ. એ માતૃશ્રી ને સત્ સત્ વંદન કે જેમનાં સતત આર્શિવાદ અમને મળી રહે છે, અને જેમણે અમારી નાનીવયેથી જ સમાજની સેવાની પ્રેરણા,બળ ,સંસ્કાર આપેલ અને સાચો ધર્મ -પરમ સેવા એ જ છે, સેવા થી જ આત્મસંતોષ થાય છે,અને તે સર્વપ્રથમ ગુણછે ,તેવાં સેવાના કાર્ય તેમણે પણ કરેલ