“‘મોરબી પોલીસે નાગરિકોના ૫.૧૫ લાખની કિમતના ૨૫ નંગ મોબાઈલ અને ૬૦ હજાર ના (૨) બાઈક શોધી મુળ માલીક ને પરત અપીયા”‘
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નાગરિકોના ખોવાયેલા ૫.૧૫ લાખની કિમતના ૨૫ મોબાઈલ શોધી નાગરિકોને પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિને સાર્થક કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઈલ શોધી કાઢવા કાર્યર હોય દરમિયાન પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કરી ટેકનીકલ વર્ક આઉટ કરતા નાગરિકોના ખોવાયેલા ૨૫ મોબાઈલ અને ૨ બિનવારસી બાઈક શોધી કાઢ્યા છે એ ડીવીઝન પોલીસે રેડ્મી, ઓપ્પો, વિવો, રીયલમી, સેમસંગ સહિતની કંપનીના કુલ ૨૫ મોબાઈલ કીમત રૂ ૫,૧૫,૮૩૩ શોધી નાગરિકોને પરત સોપ્યા હતા તે ઉપરાંત બે બિનવારસી બાઈક વાહન માલિકને શોધી ૬૦ હજારની કિમતના પરત સોપ્યા છે
જે કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ એચ.એ.જાડેજા, પીએસઆઈ પી આર સોનારા, રાજદીપસિંહ રાણા, એ પી જાડેજા, ચકુભાઈ કરોતરા, કિશોરભાઈ મિયાત્રા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, હિતેશભાઈ ચાવડા, સિદ્ધરાજસિંહ જાડેજા, કપિલભાઈ ગુર્જર, રાજદીપસિંહ ઝાલા અને મોનાબેન રાઠોડ સહિતની ટીમ જોડાયેલ હતી