મોરબી શહેર માં સમસ્યા સ્વરૂપે નગરપાલિકાની કચેરીમાં કંઈક ને કંઈક સમસ્યા અંતર્ગત મતદાર પ્રજા ને ડિજિટલ ગુજરાત થઈ ગયું હોવા છતાં સમસ્યા હલ કરવામાં આયોજનનો અભાવનું વાયરસ સાથે તંત્રની નિષ્ક્રિયતા નું સર્વ ડાઉન રહ્યું હોય તેમ અવારનવાર નગરપાલિકાની કચેરીઓમાં હલ્લા બોલ સાંભળવા મળતું હોય છે ત્યારે આજ રોજ તારીખ 27 9 2024 ને શુક્રવારે પંચાસર રોડ પર આવેલા ઉમિયા રેસીડેન્સી વિસ્તારના વિશાળ સંખ્યા માં મહિલાઓનું ટોળું પાણી
આપો પાણી આપો ની પુકાર સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી તે રજૂઆતમાં પૂર્વ મહિલા પ્રમુખ પાલિકાના પણ હાજર રહ્યા હતા છેલ્લા સાત મહિનાથી પાલિકા તંત્ર વાહકો દ્વારા પાણી ના મળતું હોવાના કારણે ના છૂટકે વેચાતું પાણી લેવું પડે છે જે આજના મંદી મોંઘવારીના માહોલ માં મતદાર પ્રજા માટે વધુ એક ચિંતાજનક બન્યું છે પાણી હવા વગર પશુ પંખી માનવ ની સ્થિતિ શું હોય તે સૌ કોઈ જાણે છે ત્યારે સેવા સેતુ ના કાર્યક્રમમાં વ્યસ્ત રહેતું તંત્ર ખરા અર્થે પ્રજા કાર્યમાં વ્યસ્ત બને તે ખરી સેવા સેતુ કાર્ય ને સ્થાન આપવું જોઈએ