
વાંકાનેર સીટીન્યુઝ વાંકાનેર :
આજના આધુનિક યુગમાં એન્ડ્રોઇડ મોબાઇલનો સદ ઉપયોગ કરતા મોટાભાગના લોકો આંગળીના ટેરવે વિશ્વભરની માહિતી મેળવી રહ્યા છે ત્યારે મોબાઈલનો દુરુપયોગ કરનારા પણ આંગળીના ટેરવે ગુન્હોને અંજામ આપી પોલીસ ચોપડે ગુનેગાર તરીકે ચિત્રાતા હોય છે ત્યારે આવા મોબાઈલ દુરુપયોગ કરી instagram માં વિડીયો મેસેજ શેર કરનાર ગુનાહો કરનારા માટે પોલીસ નવા કાયદા ની કલમ અંતર્ગત કડક કાયદાનો પાઠ પઢાવી આંગળીના ટેરવે નાનું મોટું ક્રાઈમ ગુન્હો કરતા અટકે તેવા પ્રયાસો ના ભાગે વાંકાનેર તાલુકા પોલીસ એ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વાંકાનેર તાલુકાના તિથવા ગામે આરોપી ફકીર ઈમ્તિયાઝ દિલાવર શાહમદાર અને તેમની પત્ની નજમા ઈમ્તિયાઝ શાહમદાર ને ટૂંકા સમયગાળામાં જ વાંકાનેર તાલુકા પોલીસ ની ટીમ એ પકડી લીધેલ છે જે અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર તારીખ 13 9 2024 ના રોજ સાંજે 7: 30 કલાકે ગુનો નોંધી નવા કાયદાની ભારતીય ન્યાય સહિતા ની કલમ 308(5) 308(4) 352 351(3) 292,296, 54 ઇન્ફોર્મેશન ટેકનોલોજી કલમ 67 મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફરિયાદી મોહમ્મદ તસરીફ ઇબ્રાહીમભાઇ ખોરજીયા ની તિથવા વાળાની ફરિયાદ મુજબ આરોપી ઈમ્તિયાઝ દિલાવરશા શામદાર ફકીર અને તેમની પત્ની નજમા ઈમ્તિયાઝ ફકીર રહે લાલસા નગર તીથવા વાળા છેલ્લા એકદ મહિનાથી સોશિયલ મીડિયા instagram ના માધ્યમથી સમગ્ર તીથવા ગ્રામ્ય વિસ્તારના મમ્મી મુસ્લિમ સમાજ ના વિડીયો વાયરલ કરી રહ્યો હોય જેના અનુસંધાને ગત તારીખ 10 9 2024 ના રોજ મોમીન મુસ્લિમ સમાજને ધમકી ભર્યા વિડીયો અને દીકરીઓ ને અભદ્ર શબ્દોનો પ્રયોગ કરી instagram માં શેર વાયરલ કરી છેલ્લા એક મહિનાથી હેરાન પરેશાન કરી રહ્યો હોય જેથી શારીરિક માનસિક ત્રાસ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ આવેદનપત્રના અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ એ ટૂંકા સમયમાં જ આરોપીને ઝડપી લીધો હતો અને કાયદાનું ભાન તાલુકા પીએસઆઇ એલ એ ભર્ગા અને તેમની ટીમે એ પકડી ગુન્હા ની ગંભીરતા ને ધ્યાને રાખે બી એન એસ એસ કાયદાની કલમો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે વધુ તપાસ સર્કલ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ એચ વી ધેલા એ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે