વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ બંને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો એક સાથે હોવાથી મોટા ભાગે વાંકાનેર એકતાનું સંદેશ આપવામાં બને સમાજના આદર ભાવ સાથે લાગણીના સંબંધો યથાવત રહ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી છતાં ક્યાંક ક્યાંક સંસ્કારનું સિંચન નબળું પડવાથી બાળકોમાં પરિવર્તનની કમી રેતી હોય ત્યારે નાની મોટી ઘટનાઓ સામાન્ય બાળબુદ્ધિની ઘટના મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે ત્યારે વાંકાનેર મિલ પ્લોટ માં આવી ઘટનાને પણ વડીલો વૃદ્ધો દ્વારા બાળકોને ઠપકો થપાટ મારી એકતાનો સંદેશ પાઠવવામાં આવે છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી ત્યારે તારીખ 10 9 – 2024 ના રોજ મિલ પ્લોટ નજીક સોસાયટીમાં ગણેશ પંડાલ માં ઝેરી જનાવર અજગર એ દેખા દીધી હોય તે સાંભળીને જ મુસ્લિમ યુવાને દોડ મૂકી ગણેશ પંડાલ નજીક થી આશરે છ થી સાત ફૂટ લાંબો અજગર ને પકડી જંગલમાં મૂકી રેસ્ક્યુ કર્યું હતું જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે એ મુસ્લિમ યુવાન સાહિલ ખાન પઠાણ એ સીટી ન્યુઝ ના અમારા પત્રકાર સમક્ષ
જણાવ્યું હતું કે 2013 થી એટલે કે નાની ઉંમરમાં આ ઝેરી જનાવરો જેવા કે વીંછી નાગ ચંદનઘો અજગર ને પકડવાનું કાર્ય શરૂ કરી દીધું છે સાહિલ ખાન પઠાણના પપ્પા યુસુફભાઈ પણ ઝેરી જનાવરો ને પકડતા હતા અને તેઓ મિલ પ્લોટ ચાલી વિસ્તારમાં રહે છે મધ્યમ ગરીબ વર્ગના આ મુસ્લિમ યુવાન સાહિલ ખાન ના પિતા યુસુફભાઈ ખાન પઠાણ પણ ઝેરી જનાવરોને પકડી પાડતા અને જંગલ નદીના હોકરામાં છોડી દેતા હતા તેનું 2013માં અવસાન થતાં તે કાર્યને તેના પુત્ર સાહિલ ખાન એ યથાવત રાખી 2013 થી કોઈના ઘરમાં દુકાનમાં ઓફિસમાં કે રોડ રસ્તા પર આવા ઝેરી જનાવરો જેવો કે વીંછી ચંદનધો નાગ રાજ અજગર જેવા માનવ માટે જોખમી જીવોને પકડી તેનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી દેવાનું કાર્ય કરી અનોખી માનવ સેવાનું કાર્ય મુસ્લિમ યુવાન સાહિલ ખાન યુસુફ ખાન મિલ પ્લોટ વિસ્તારમાં સેવા કાર્યથી પરિચિત છે જે સીટી ન્યુઝ સાથે જણાવેલ હકીકત અનુસાર તસવીરમાં દ્રશ્યમાન થાય છે