
ટંકારા શહેરી વિસ્તારમાં જ્યાં શ્રી ગણેશ ભગવાનનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા મોટા શિતળા માતાની ધાર, કોઠારીયા રોડ પર કરવામાં આવી છે. આ જગ્યાએ ટંકારા શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનું વિર્સજન કરવાનું રહેશે. જેમાં દરેક પંડાલ/આયોજકો એ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે તેમજ વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ નગરપાલિકા કચેરી ખાતે રાખવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાનાં વાહનમાં વિર્સજન માટે લઈ જવામાં આવશે જેમા ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામાં આવશે જેની સમગ્ર વિગતો અરજી સાથે આપવાની રહેશે. આ જાહેરનામાંના ભંગ કરવા બદલ પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની જાણ શહેરીજનોએ લેવા ટંકારા નગરપાલિકા મુખ્ય અધિકારીશ્રી ગીરીશકુમાર સરૈયાની યાદીમાં જણાવાયું છે.