માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સેવા સેતુ’ કાર્યક્રમના દસમા ચરણનો ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. તા.31 ઓક્ટોબર, 2024 સુધી રાજ્યભરમાં યોજાનાર #SevaSetu કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ વિભાગોની 55 જેટલી જનહિતલક્ષી સેવાઓ પ્રજાજનોને ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મુખ્યમંત્રી એ જનતા અને સરકાર વચ્ચે વિશ્વાસનો સેતુ સાધતી આ પહેલના શુભારંભ પ્રસંગે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ-સહાય વિતરણ કર્યું હતું તેમજ જનસામાન્યને તેમને મળવાપાત્ર લાભ ઉપલબ્ધ કરાવવા માટેની જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.