
આજ રોજ વાંકાનેર ઘટક – ૧ ની ૧૧૧ આંગણવાડી કેન્દ્ર પર જન્માષ્ટમીના ધાર્મિક તહેવારની આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અને વર્કરબેનો – હેલ્પરબેનો દ્વારા ઉજવણી કરવામાં આવી તેમજ વાલીઓ પણ સહભાગી થયા હતા. સીડીપીઓશ્રી મેડમ, સુપરવાઈઝર અને પ્રિ – સ્કૂલ ઈન્સટ્રકટરના માર્ગદર્શન દ્વારા સરસ રીતે આ ધાર્મિક પર્વની મટકી ફોડી અને રાસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.


