વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારના રેલ્વે સ્ટેશન નજીક ભરાયેલ વરસાદના પાણી નો નિકાલ કરતું તંત્ર રેલ્વે તંત્રના સહયોગથી પાલિકા દ્વારા પાણી નો નિકાલ કરાયો લોકો મા રાહત!!!
વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદી વાતાવરણ સાથે અતિ ભારે વરસાદ નું આગમન સમગ્ર રાજ્યભરમાં રહ્યું હોય તે મોસમ નો મિજાજ મેઘરાજાએ વાંકાનેરમાં પણ હેત વરસાવી દેતા વાંકાનેર પંથકમાં પણ નદી નાલા હોકડા લોકોના ઘરોમાં અને દુકાનોમાં વરસાદના પાણી નો પ્રવાહ વહી જતા લોકોમાં ભારે હાલાકી વાતાવરણ રહ્યું હતું અને રેલવે સ્ટેશન પાસે ભરેલા પાણી ના અહેવાલો વાંકાનેર સીટી ન્યુઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય તેને ધ્યાને રાખી તંત્રએ પ્રજાએ પ્રજા લક્ષી સમસ્યાનો અંત લાવા વાંકાનેર પંથકમાં ઉગાડ થતાં રેલવે સ્ટેશન નજીક સરકારી શાળા પાસે ગોઠણ ડુબ પાણી સતત ભરાયા રહેતા હોવાના કારણે પાણીના નિકાલ નો અભાવ થી ત્યાંથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવી પડતી હતી જે આજ રોજ તારીખ 29 8 2024 ના રોજ વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશકુમાર સરૈયા અને તેની ટીમ સાથે વરસાદી પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી આ સમગ્ર કામગીરી અંતર્ગત વાંકાનેર ધારાસભ્ય સંસદ સભ્ય મામલતદાર કલેક્ટર અને રેલવે તંત્ર ના સહયોગથી પ્રજાહિત કામગીરી હાથ ધરવામાં આવી હતી જે રેલવે પાટા નજીક થી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો જે કાર્યથી મિલ પ્લોટ વિસ્તાર મિલ સોસાયટી સહિતની અન્ય આસપાસના વિસ્તારોમાં રેતા લોકોમાં રાહત થઈ છે નોંધનીય છે કે ચાર દિવસના પડેલા વરસાદથી પાણીના નિકાલના અભાવે અનેક વાહનો બંધ પડી ગયા અને વાહનોને ધક્કા મારવાના વારા પણ આવ્યા હતા