રાજસ્થાન:અજમેર જિલ્લામાં થયેલા દેશના બહુચર્ચિત ન્યૂડ પિક્ચર બ્લેકમેલ કૌભાંડમાં કોર્ટનો ર્નિણય આવ્યો છે. આ કેસમાં ૩૨ વર્ષ બાદ લેવાયેલા ર્નિણય મુજબ કોર્ટે બાકીના સાતમાંથી છ આરોપીઓને દોષિત ઠેરવ્યા અને સજા સંભળાવી છે.
બ્લેકમેલ કૌભાંડમાં સામેલ આરોપીઓમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈન છે. કોર્ટે આ તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.આરોપીઓએ પહેલા એક છોકરીને પોતાની ચુંગાલમાં ફસાવતા હતા અને પછી પ્રથમ છોકરીને છોડવાના બદલામાં તેઓએ તેની સામે બીજી છોકરી લાવવાની શરત રાખતા હતા.આ રીતે આરોપીઓએ એક પછી એક ૧૦૦થી વધુ કોલેજીયન યુવતીઓ સાથે ગેંગરેપ કર્યો હતો. સામૂહિક બળાત્કાર દરમિયાન આરોપીઓ યુવતીઓના નગ્ન ફોટોગ્રાફ્સ પણ લેતા હતા. આ દરમિયાન એક કલર લેબમાંથી અનેક યુવતીઓના નગ્ન ફોટા આખા શહેરમાં ફેલાઈ ગયા હતા. આ ઘટના ૩૨ વર્ષ જૂની છે, જેના પર આજે કોર્ટનો ર્નિણય આવ્યો.આ સમગ્ર કેસમાં ૧૮ આરોપીઓ હતા જેમાંથી ૯ને દોષિત ઠેરવવામાં આવ્યા છે. નફીસ ચિશ્તી, સલીમ ચિશ્તી, સોહેલ ગની, ઝમીર હુસૈન, ઈકબાલ ભાટી અને ટારઝનને લઈને આજે ર્નિણય આવ્યો છે. સરકારી વકીલ અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ સમગ્ર કૌભાંડને ૩૨ વર્ષ પહેલા ‘અશ્લીલ ફોટોગ્રાફ બ્લેકમેલ સ્કેન્ડલ’ નામ આપવામાં આવ્યું હતું. આ કેસમાં અનવર ચિશ્તી, ફારૂક ચિશ્તી, પરવેઝ અંસારી, મોઇનુલ્લાહ ઉર્ફે પુત્તન અલ્હાબાદી, ઈશરત ઉર્ફે લલ્લી, કૈલાશ સોની, મહેશ લુધાની, શમશુ ચિશ્તી ઉર્ફે મેનરાડોના અને ટારઝનની ધરપકડ કરવામાં આવી હતી.અજમેરમાં યુથ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ ફારૂક ચિશ્તી તેના સહયોગી નફીસ અને તેના સાગરિતો કોલેજની છોકરીઓનો શિકાર કરતા હતા. તેઓ ફાર્મહાઉસ અને રેસ્ટોરન્ટમાં પાર્ટીઓના નામ પર છોકરીઓને બોલાવતા અને પછી તેમને નશો કરાવીને પછી સામૂહિક બળાત્કાર કરતા હતા.
આ પછી આરોપી તેના નગ્ન ફોટોગ્રાફ્સ લેતા હતા. નગ્ન તસવીરોના નામે આરોપી યુવતીઓને બ્લેકમેલ કરતા હતા અને અન્ય યુવતીઓને પોતાની સાથે લાવવા માટે દબાણ કરતા હતા. આ રીતે એક પછી એક છોકરીઓ તેમની ચુંગાલમાં ફસાતી ગઈ હતી.મામલો પ્રકાશમાં આવે તે પહેલા કેટલીક યુવતીઓ હિંમત દાખવીને પોલીસ પાસે ગઈ હતી, પરંતુ પોલીસે માત્ર તેમના નિવેદનો નોંધીને મામલો થાળે પાડ્યો હતો.બીજી તરફ આરોપીઓએ નિવેદન આપનાર યુવતીઓને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. પહેલા તો આરોપીઓ ખુલ્લેઆમ ફરતા અને પછી તેમને ધમકાવવાની અસર એ થઈ કે તે યુવતીઓ ક્યારેય પોલીસ સમક્ષ ગઈ જ નહીં.જાેકે બાદમાં ૧૮ પીડિતાઓએ આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં નિવેદનો આપ્યા હતા. બાકીની છોકરીઓ ભૂગર્ભમાં જતી રહી.અજમેરની કલર લેબમાંથી ‘અશ્લીલ ફોટોગ્રાફ્સ બ્લેકમેલ કૌભાંડ’નો પર્દાફાશ થયો હતો. જ્યારે ત્યાં રાખવામાં આવેલા કેટલાક અશ્લીલ ફોટા લીક થયા અને શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. પોલીસે જ્યારે કેસ નોંધીને તપાસ શરૂ કરી ત્યારે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. અશ્લીલ ફોટોગ્રાફ બ્લેકમેલ કાંડમાં ૧૦૦થી વધુ યુવતીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.શરૂઆતની તપાસમાં એક પણ પીડિતા આગળ આવી રહી ન હતી ત્યારબાદ પોલીસે તે તસવીરો દ્વારા યુવતીઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું હતું. આ કેસ પછી કેટલીક છોકરીઓએ આત્મહત્યા પણ કરી લીધી હતી.
સોમવાર, નવેમ્બર 25
Latest News
- વાંકાનેર ના સર્વે સમાજ ચિંતક ભરતભાઈ હડાણી ના જન્મદિવસની શુભેચ્છાઓ ની વર્ષા
- Fedezze Fel A New Premier Gaming Élményt A Verde Online Casino Magyarországnál
- વાંકાનેર ના ચંદ્રપુરમાં પશુ ધારક અને ખેડૂતો વચ્ચે છુટા હાથનું યુદ્ધ હોસ્પિટલ અને પોલીસ મથકે પહોંચ્યું!!!
- Скачать Mostbet дли Android Apk и Ios Бесплатн
- વાંકાનેરમાં માનવતાનું કાર્ય કરતી એકતા ગ્રુપ ની ટીમ દ્વારા બે જુદા જુદા અકસ્માત મા મૃત્યુ દેહને અંતિમ સંસ્કાર કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
- Pin Upwards Сasino ️ Giriş Resmi Web Site, Hoşgeldin Bonus Numverify
- Игровые Автоматы На кварплату Играть В Слоты С Выводом Де�нег
- Experience The Thrill Of Las Vegas: Top 10 Internet Casinos You Must Visi
- Топовый Букмекер С Лицензией дли Ставок В Казахстан
- “pinup Cassino Online Aqui No Brasil Slots Licenciado