
ટંકારા : ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યા છે છતાં પણ લોકો લાલચમાં આવી પોતાની કમાણી ડૂબાવી દેતા હોવાના અનેક કિસ્સાઓ વચ્ચે ટંકારા શહેરના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા યુવાન સાથે પણ આવો જ કિસ્સો બનતા શેર બજારમાં રોકાણના નામે 1.18 કરોડની માતબર રકમ ગુમાવવી પડી છે.ટંકારા શહેરના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ભાસ્કરભાઈ જસમતભાઈ સંઘાણીએ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વોટ્સએપ નંબર તેમજ મોબાઈલ નંબર અને અલગ – અલગ બેંકમાં એકાઉન્ટ ધરાવતા 15 આરોપીઓ વિરુદ્ધ શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવવાને બહાને રૂપિયા 1.18 કરોડ મેળવી લઈ પરત ન કરવા મામલે મોરબી સાઈબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવતા સાઈબર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે