
સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાં હવામાન ખાતાની આગાહી અંતર્ગત મેઘરાજાનું આગમન થયું હતું જેના અનુસંધાને મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ સાથે સારા એવા વરસાદથી નદી નાલા હોકળા સહિત લોકોના ઘરમાં નેશનલ હાઇવે પર પાણીમાં ગરમ થયું હતું જેમાં વાંકાનેર પંથક પણ ન હોય તેમ ગત શનિવાર તારીખ 23 8 2024 ના રોજ આથમતી સંધ્યાએ સૂર્યદેવ શ્રાવણ માસ અંતર્ગત રજા પર ઉતરી ગયા હોય તેમ પાંચ દિવસ બાદ સવારે 11:00 વાગે વાંકાનેર પંથકમાં પ્રગટ થયા હોય જેથી લોકોમાં હર્ષ સાથે બજારોમાં ગત રવિવારથી પડેલા મીની વેકેશન એકાએક ખુલી ગયું હોય તેઓ દ્રશ્ય હાલ વાંકાનેરમાં જોવા મળી રહ્યું છે આ લખાય છે ત્યારે પણ સૂર્ય અને અમીછાટણા શરૂ થયા છે