
વાંકાનેર તાલુકાના હસન પર ગ્રામ પંચાયતની હદમાં આવેલા મુસ્લિમ સમાજના મુક્તકોને દફન કરવાના કબ્રસ્તાન આખરી મંજિલ મા પાણીથી ગરકાવ થયું હોય જેથી મુસ્લિમ સમાજના મરહુમોને દફનવિધિ કરવામાં હાલાકી નો સામનો કરવો પડે છે દર ચોમાસે કબ્રસ્તાનમાં પાણી ભરાતા હોવાના કારણે ચોમાસા કાળ દરમિયાન મૃત્યુ મુસ્લિમ સમાજમાં પામે તો ના છૂટકે બહારગામ દફનવિધિ કરવા માં આવે છે આવું જ કાંઈક તાજેતરમાં અતિ ભારે વરસાદના કારણે વરસાદના પાણી ભરાતા પ્રકાશમાં આવ્યું છે જે અંગેની જાણવા મળતી વિગતે એવી છે કે મિલ પ્લોટ વિસ્તારમાં મીયાણા સમાજ માં તારીખ 28 8 2024 ના રોજ મયત થઈ ગયું હોય જેની દફનવિધિ સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી છે કારણકે વિકાસની વાતો કરનાર નેતાગીરી અને ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાન અને કબ્રસ્તાન માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટ મા આખરી મંઝિલ હસનપર ગામ પંચાયતની હદમાં આવેલા કબ્રસ્તાનમાં હજુ સુધી કબ્રસ્તાનમાં ભરાતા વરસાદના પાણી ના નિકાલની સુવિધા કરવામાં આવી નથી જેથી હસનપર શક્તિપરા મિલ પ્લોટ વીસીપરા ધમાલ પર વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના મૃત્યુ વખતે દફનવિધિ માં ભારે હાલાકી નો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોનું કેવું છે કે દર ચોમાસે આ સમસ્યા કાયમી રહી છે જેના પરિણામે અવારનવાર સરપંચોને માહિતગાર કરવામાં આવેલ હોય છતાં પરિણામ આજ સુધી આવ્યું નથી જ્યારે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક સ્થળો ની દેખરેખ અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે તો હશન પર ગ્રામ પંચાયતની હદમાં આ કબ્રસ્તાન ના વિકાસ અર્થે ગ્રાન્ટ મંજુર કરવામાં આવી નથી? કે પછી ચૂંટાયેલા સરપંચોને મોતનો મલાજો જળવાઈ તેવી માનવતા રહી નથી તેવા અનેક પ્રશ્નો આ સમસ્યા સ્વરૂપે તસવીરમાં મુસ્લિમ સમાજમાં ચિંતક પ્રશ્નો ઉઠવા પામ્યો છે