
વાંકાનેર:પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા રાજકોટ રેન્જમા પો.સ્ટે માં પડેલ મુદ્દામાલનો નિકાલ કરવા અંગેની ડ્રાઈવ આપેલ હોય તે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા – મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા. વિભાગ વાંકાનેર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકાપોલીસ સ્ટેશનમા પરપ્રાંતીયઈંગ્લીશદારૂનાઅલગ-અલગ કુલ-૩૩ ગુન્હાઓમા પકડાયેલ મુદ્દામાલ જેમાવાંકાનેર સીટી પો.સ્ટેની ઈંગ્લીશદારૂની બોટલો નંગ-૭૩૫ કી.રૂ.૨,૧૫,૨૯૫/- તથા વાંકાનેર તાલુકા પો.સ્ટેની ઈંગ્લીશદારૂની બોટલો નંગ-૪૮૭૦ તથા બીયર ટીન નંગ-૭૦૯૬ જેની કી.રૂ.૬૪,૫૨,૪૪૦/- નો વિદેશીચોટીલા ને.હા પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલ જુના પડતર ડામરરોડ ખાતે બંન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ ફુલ બોટલો તથા બિયરટીન મળીકુલનંગ-૧૨૭૦૧કી.રૂ.૬૬,૬૭,૭૩૫/- ની કીંમતનો વિદેશી દારૂ સબ ડીવીજન મેજી.શ્રી વાંકાનેર એસ.એમ ગઢવી સાહેબ તથાનાયબ પોલીસ અધિક્ષકશ્રી વાંકાનેર વિભાગ-વાંકાનેર એસ.એચ સારડા સાહેબ તથા નશાબંધી આબકારીવિભાગ-રાજકોટ સબ ઈન્સ્પેક્ટર એસ.સી વાળા સાહેબ તથા ઈ/ચા નાયબ મામલતદારશ્રી બી.એસ પટેલસાહેબ તથા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી વાંકાનેર સીટી પો.સ્ટે એચ.વી.ઘેલા તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે પોલીસસબ ઈન્સ્પેક્ટરશ્રી એલ.એ ભરગા તથા બે પંચો તથા સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમા રોલર ફેરવી નાશકરવામા આવેલ છે.
