
પોલીસ એટલે કાયદો વ્યવસ્થાના રખેવાળ સાથે પ્રજા રક્ષક તરીકેની આગવી ઓળખ પૂરી પાડે છે ત્યારે ગુનેગારો સામે કડક વરણ અપનાવું પડે અને સામાન્ય પ્રતિષ્ઠ વ્યક્તિ સાથે મિત્ર સ્વભાવ પોલીસ તંત્ર નો રહ્યો છે ત્યારે વીઆઈપી બંદોબસ્ત હોય કે પછી હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો પોલીસ તંત્ર ખડે પગે ફરજ ના ભાગે એલર્ટ રહે છે તો ઘણીવાર કુદરતી આપત્તિ જનક ઘટના દુર્ઘટના વખતે ફરજની સાથે માનવતાની મહેક પણ પૂરી પાડે છે હાલ હવામાન ખાતાની આગાહી અંતર્ગત સમગ્ર રાજ્યમાં મેઘરાજાનું આગમન ક્યાંક ધીમી ધીમીધારે ક્યાંક જોરદાર ગતીએ મોસમનો મિજાજ મેઘરાજા પ્રગટ કરી રહ્યા છે તેના પરિણામે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના નેશનલ હાઇવે થી લઇ લોકોના ઘરોમાં પણ પાણીનો પ્રવાહ પસરી ગયો હોય તેવા સમાચારો છે ત્યારે નદી નાલા હોકળા પર પશુ પક્ષી માનવન પાણીમાં ન તણાઈ તેવા તકેદારીના ભાગે પોલીસ સતત રાત દિવસ એલર્ટ રહી છે અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવાની સાથે સાથે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી પ્રજામાં પોલીસ પ્રજાનો રક્ષક તરીકેની ઓળખ પુરી પાડી છે જેમાં મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના થી સતત વાંકાનેર સીટી પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ઘેલા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી કે મહેશ્વરી તેમજ પીએસઆઇ ડી.વી. કાનાણી હેડ કોસ્ટેબલ ભોજરાજસિંહ સહિત સમગ્ર વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ફરજ ની સાથે માનવતા ની મહેક પુરી પાડતા તસવીર મા દ્રશ્યમાન થાય છે