
વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ઘેલા ની સૂચનાથી વાંકાનેર સીટી પોલીસમાં વિવિધ વિસ્તારોમાં પવિત્ર શ્રાવણ માસ અને સાતમ આઠમના તહેવારો અંતર્ગત કડક પેટ્રોલિંગ શરૂ કરી દીધું હોય જેના ભાગરૂપે વાંકાનેર સીટી પોલીસ ની હદમાં પેડક વિસ્તારમાં શંકાશીલ 20 વર્ષના અશોકભાઈ મોતીભાઈ વાઘેલા દેવીપુજક સામે અટકાયતી પગલા સાથે કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે બીજા બનાવમાં વાંકાનેર ચોકમાં જાહેરમાં ધારદાર ચકુ સાથે રમેશભાઈ ધીરુભાઈ ધરજીયા કોળી ઉંમર વર્ષ 38 રહે જીનપરા ચોક વાંકાનેર વાળાને અટકાયતી પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં રખડતા ભખડતા કલમ 122 તેમજ જાહેરનામા ભંગ ચાકુ સાથે ની કલમ 135 નોંધી કાયદેસરની બંને શખ્સો સામે અટકાયતી પગલા ગત તારીખ 19 8 2024 ના રોજ કરવામાં આવેલ હોય તેઓ પોલીસ ચોપડે થી જાણવા મળ્યું છે