
હાલ વાંકાનેર પંથકમાં મેઘો મોસમનો મિજાજ પ્રગટ કરી ચૂક્યો હોય તેમ રવિવારની સવારથી જ સતત ઠંડી લહેર સાથે વરસી રહ્યો છે થોડું થોડું માનવ ચિંતક કાર્ય મેઘાને રહ્યું હોય તેમ વિરામ પણ થોડું રાખી વરસી રહ્યો છે જેના પરિણામે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાલા હોકળા મા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે પાણીના નિકાલના અભાવે વાંકાનેર સિટી પોલીસની હદમાં આવેલા કેરાળા ગામ ખાતે કેરાળા નો મુખ્ય રસ્તામાં પાણી પસાર થવામાં હાલાકી સર્જાય પાણીનો ભરાવો થાય એ પહેલા જ વાંકાનેર સીટી પોલીસ જિલ્લા પોલીસ વડા ની સૂચના અને નાયબ પોલીસ ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેની ટીમ દ્વારા પાણીના નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
