
વાંકાનેર ના રાજાવડલાથી અરમસર તરફ જવાના રસ્તે રેલવેના નાલા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી આરોપી (૧)સુરેશભાઈ શીવાભાઈ અબાસણીયા (૨)મનસુખભાઈ શીવાભાઈ અબાસણીયા (૩)કાળુભાઈ છગનભાઈ માણસુરીયા (૪) કેશુભાઈ છગનભાઈ દેત્રોજા અને (૫) જેન્તીભાઈ થોભણભાઈ બાબરીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 10,750 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.