
સમગ્ર સૌરાષ્ટ્ર માં હવામાન ખાતાની આગાહીને સાર્થક કરતી મેઘ સવારીએ રવિવાર તારીખ 24 8 2024 થી મેઘવર્ષા પડી રહી હોય જેથી સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં પણ વરસાદે પોતાનો મિજાજ પ્રગટ કરી દીધો હોય તેના ભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાં નદી નાલા હોકળા પાણીના પ્રવાહથી ગરક થયા છે તેમાં વાંકાનેર પણ બકાત રહ્યું ના હોય તેમ વાંકાનેર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમાં વાંકાનેર મિલ પ્લોટ રેલવે સ્ટેશન ની આસપાસ આવેલા શિવાજી પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન રોડ ગેબી પાન સેન્ટર પાછળની આસપાસની સોસાયટીઓ માં પાણી ભરાયા રહ્યા છે જેથી ધોરા દિવસે પણ લોકોને હાલ મેઘરાજાએ ઘરોમાં કેદ કરી નાખ્યા હોય તેવું સમગ્ર વિસ્તારમાં ફરી વળેલું પાણી કઈ રહ્યું છે