
વાંકાનેર : હાલ વરસાદી માહોલ માં સેવાભાવીઓ પણ સેવાના સુર ગુંજેતા કરી દીધા છે ગઢિયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા દાતાશ્રીઓ નાં સહયોગ થી વરસતાં વરસાદમા પુરગ્રસ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ પહોંચાડવા ની કામગીરી કરવામાં આવી હતી આશરે 250 ફુડ પેકેટ તેમજ વધારેલા ગરમાં ગરમ ભાત નું વાંકાનેર નાં અલગ અલગ વિસ્તારોમાં જરૂરીયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું આં કામગીરી ને સફળ બનાવવા માટે ગઢીયા હનુમાન મિત્ર મંડળ નાં સભ્યો યે વરસતા વરસાદ વચ્ચે ભારે જહેમત ઉઠાવી હતી