
આજના આધુનિક યુગમાં વિદ્યાર્થી નાસીપાસ ના થાય તેવા પ્રયાસો સેવાભાવી દાતાઓના રહ્યા છે જે ગુરુ સમા શિક્ષકોની મહેનત અને પ્રતિસાદ સ્વરૂપે વિદ્યાર્થી શબ્દના જ્ઞાન સાથે સાથે પરિવારિક સામાજિક ક્ષેત્રે આગળ વધી રાષ્ટ્રનું ગૌરવ પ્રાપ્ત કરે તેવા પ્રયાસો શિક્ષકોના પોતાના વિદ્યાર્થી પ્રત્યે રહ્યા હોય જેના ભાગરૂપે વાંકાનેર શ્રી શક્તિપરા પ્રાથમિક શાળા ખાતે સ્વ. મધુબેન છબીલદાસ દોશી તરફથી હશન પર ગામ પંચાયતની હદમા આવેલ
શ્રી શક્તિપરા પ્રાથમિક શાળાના ધોરણ-6 તથા 8 ના બાળકોને એન.એમ.એમ.એસ.ના 13 પુસ્તકો અને પી.એસ.ઈ ના 10 પુસ્તકો એમ કુલ= 23 પુસ્તકો બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ભેટ આપવામાં આવ્યા છે. દાતા શ્રી તરફથી કુલ= 4700 રૂપિયાના પુસ્તકો શ્રી શક્તિપરા પ્રાથમિક શાળાના બાળકોને ભેટ સ્વરૂપે આપીને દાનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારને ઈશ્વર ઘણું આપે એવી શક્તિપરા પ્રાથમિક શાળા પરિવારની પ્રાર્થના તેમજ આ દાન માટે માધ્યમ બનેલા બીપીનભાઈ દોશી (દોશી મેડિકલવાળા)નો પણ આ તકે હૃદયથી આભાર વ્યક્ત કરેલ છે