પ્રજાલક્ષી કાર્ય નો વિકાસ થાય કે નો થાય ખાડા નો વિકાસ રોડ ઉપર થઈ ગયો!!!
વાંકાનેર વાંકાનેર પંથકમાં 90 ગામ પંચાયત 102 ગામડા મા મોટાભાગે માર્ગો ઠેર ઠેર ખાડાધારી હોવાથી સામાન્ય વરસાદમાં રબડી ગારામાં ગરક થઈ ગયા હોય તેવા દ્રશ્ય મોટાભાગે જોવા મળી રહ્યા છે ત્યારે રાત દિવસ સતત વાહનોની અવરજવર વાળા એવા વાંકાનેર થી થાન પાડધરા માથક ને જોડતો માર્ગ વાંકાનેર થી ભોજપરા તરફ થી પસાર થતો માર્ગ પર જામસર ચોકડીએ રબડી ગારામાં ગ્રામ્ય વિસ્તાર અને અન્ય શહેર જિલ્લામાં પસાર થતા નાના મોટા વાહન ચાલકો માટે સીર દર્દ સમા બન્યું છે જે વાંકાનેર પંથકમાં વિકાસ રથ ફરી વળ્યો તેવા ગ્રામ્ય વિસ્તારમાં આજની તારીખે વિકાસનું વાવાઝોડું આકાશમાંથી સીધું માર્ગો પર પડી માર્ગોને ભાંગીને ભૂકો કરી નાખ્યું હોય તેમ સ્થાનિક લોકો મહેસુસ કરી રહ્યા છે તેમ વાંકાનેર સીટી ન્યુઝ ને વડુસર ના સરપંચ મનુભાઈ નદાસિયા જણાવ્યુ હતુ