
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમા આવેલ ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામની સીરામીક ફેક્ટરીમાંથી ગત તા.3ના રોજ કોઈ અજાણ્યો ચોર ઇસમ રૂપિયા 3.60 લાખની કિંમતનો 600 કિલોગ્રામ કોપરના વાયરની ચોરી કરી જતા ફેકટરીના સંચાલક પાર્થ અનિલભાઈ લોરીયા રહે.કેનાલ રોડ મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.