
વાંકાનેર પંથકમાં મેઘરાનું આગમન 24 8 2024 રવિવારના રોજ સવારથી મોસમનો વરસાદ એ મિજાજ પ્રગટ કરી સમગ્ર વાંકાનેર પંથકમાં પાણી પાણી કરી દીધું હોય જે સતત ચાર દિવસ સુધી ધીમીધારે કે પવનની લહેર સાથે વધુ સ્પીડે વાંકાનેર પંથકમાં વરસાદ પડ્યો હોય એ સમય દરમિયાન ગત તારીખ 28 8 2024 ના રોજ સૂર્ય દેવે દર્શન દઈ ફરી વિરામ કરી અને વરસાદ શરૂ થઈ ગયું હતું જે આજ તારીખ 29 8 2024 ના રોજ પણ સવારથી જ વાંકાનેર પંથકમાં ઉઘાડ સાથે સૂર્યદેવ દેખાયા હતા તે પણ એકાએક આશરે 12: 50 કલાકે ફરી દર્શન દુર્લભ કરી વરસાદી માહોલ સાથે પવન ની આછી પાતળી લહેરો સાથે અમી છાંટણા ધીમી ધારે વરસાદ માં ફરી ચોમાસુ માહોલ શરૂ કરી દીધો હોય એવા દ્રશ્યો લોકોએ મહેસૂસ કર્યા હતા હાલા લખાય છે ત્યારે પણ ધીમી ધારે વરસાદીની બાર વાગ્યે દસ મિનિટે વરસાદની લહેરો લોકો અનુભવી રહ્યા છે