ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ સવારીએ ગાજવીજ સાથે મોસમ નો મેઘરાજાએ કહી ખુશી તો કહી ગમ નો માહોલ કરી નાખ્યો!!!
કુદરત કૃપાળુ છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી લાંબા સમય બાદ હવામાન ખાતાની આગાહી ને સાર્થક કરતી મેઘ સવારી સૌરાષ્ટ્રમાં મોસમનો વરસાદ પડ્યો છે મોરબી ટંકારા માળીયા મીયાણા હળવદ પંથકમાં પણ મેઘાનું આગમન થયું હોય ત્યારે વાંકાનેર બાપલા કેમ બાકી રહે? સવારથી જ મેઘરાજાએ ધામા નાખ્યા જે મોડી રાત સુધી મોસમનો મિજાજ પ્રગટ કરી વાંકાનેર ની ધરતી માં લાંબા સમયથી રહેલા બફારામાં એકા એક ઠંડીનો માહોલ સાથે ઠંડક પછડાવી દીધી છે શેરીએ શેરીએ ગલીએ ગલીએ પાણી વહેતા થયા હોય ત્યારે વાંકાનેર નું મચ્છુ નદી અને પાતારીયામાં નવા પાણીના નિહર જોવા વાંકાનેર વાસીઓ ઉટી પડ્યા હતા સોશિયલ મીડિયાનો ક્રેઝ ના કારણે લોકો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પણ કરતા હતા તારીખ 25 8 2024 ના રોજ સવારે મેઘરાજાનું આગમન થયા બાદ મોડી રાત્રે 10:45 કલાકે પણ એટલે કે આ લખાય છે ત્યારે પણ મેઘરાજા ઠંડા પવન સાથે ધીમી ધારે વરસી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે વીજળી પડી છે તો ક્યાંક ધાર્મિક સ્થળો પર દિવાલો પડી ગઈ છે જેથી લોકોમાં વરસાદ આવ્યાની ખુશી સાથે નુકસાની થોડી ઘણી ગમની લહેર ચહેરા પર નુકસાનીકારક માનવને પડે પણ કુદરત કૃપાળુ છે તેમાં પણ કુદરતના રાજ હશે તેવી હાલની પરિસ્થિતિ ખરી રહી છે