
વાંકાનેર ખાતે આવેલા પુલ દરવાજા સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ વર્ષ- 2018 થી ચાલી રહ્યું છે. તેમાં વિવિધ પુસ્તકો સાહિત્યની બુકો દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવી છે. હજુ ઘણા પુસ્તક વાચકો પોતાના પુસ્તકો આપી રહ્યા છે. અને પુસ્તક પરબમા નવા પુસ્તક વસાવા માટે રોકડ રૂપિયા દાન સ્વરૂપે દાતાઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. તેમાં તારીખ -4/ 8 /2024 ને રવિવારના રોજ દાતાઓ દ્વારા રોકડ દાન સ્વરૂપે પુસ્તકો ખરીદવા માટે રૂપિયા 15000 નું દાન મળેલ છે. પુસ્તક પરબના સંચાલકો શિક્ષકો વાચકો માટે સેવક બન્યા હોય તેને અર્પણ કરી રહ્યા છે. તેમાં શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા દ્વારા રૂપિયા ૨૫૦૦ રોકડા નવા પુસ્તકો માટે દાન આપી પુસ્તક પ્રેમીઓ ને નવા પુસ્તકો મળી રહે તે માટેનો અનેરો પ્રયાસ કરેલો છે. સાહિત્યમા નવલિકા, નવલકથા તથા ઐતિહાસિક પુસ્તકો સહિત મેગેઝીનો વગેરે નું વાંચન યુવા વર્ગમાં વધે તેવા ઉદ્દેશ સાથે આ પુસ્તક પરબ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં રોકડ દાન પુસ્તકો ખરીદવા માટે દાતાઓ દ્વારા મળી રહ્યું છે. તેમા તારીખ -04/08/ 2024 ને રવિવારના દિવસે પુસ્તક પરબને મળેલા દાનની યાદી 1.વાળા યુવરાજસિંહ સાહેબ =2500 2.ગોસ્વામી જીતેન્દ્રગીરી એસ. શિક્ષક = 2500 3.કાલરીયા નરેન્દ્ર ભાઈ શિક્ષક = 2500 4.પાંચોટિયા જીતેન્દ્ર ભાઈ શિક્ષક ₹2500 5. ડોક્ટર બાદી ભાઈ= 2500 6.અમિતભાઈ દેલવાડીયા= 2500 આ બધા રૂપિયા નાના બાળકો માટેના પુસ્તકો ખરીદવા માટે પુસ્તક પરબને આજરોજ ભેટમાં મળેલા છે. આ માટે સર્વદાતાઓનો પુસ્તક પરબની ટીમ હૃદય પૂર્વક આભાર માને છે.