
વાંકાનેર :માનવ મેડિકલ સારવાર અંતર્ગત ઇમરજન્સી 108 ની જેમ પશુ પક્ષી મેડિકલ સારવાર અંતર્ગત ઈમરજન્સી 1962 નંબર ની પશુ પક્ષી સારવાર માટે ઇમરજન્સી પશુ પક્ષીની માટે હરતું ફરતું પશુ નું દવાખાનુ ઘટના સ્થળે દોડી પશુઓની સાર સંભાળ કરતી હોય છે જ્યારે હાલ વાંકાનેર પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા પશુ પક્ષી સારવાર કેન્દ્ર એટલે ઇમરજન્સી મેડિકલ પશુઓને સારવાર આપતું પશુ દવાખાનુ ઘટના સ્થળે પહોંચી પશુની સારવાર આપી રહ્યા છે જેમાં તારીખ 13 8 2024 ના રોજ સવારે 10:30 કલાકે ભલગામેથી સોમભાઈનો કોલ મળેલ હોય જ્યાં ઘટના સ્થળે પહોંચી ગૌ માતાને વીરાણ વખતે તકલીફ હોય તેની સારવાર માટે પશુ રોગ નિષ્ણાંત ડૉ. આદિલ ભાઈ બાદી તેમજ તેમની સાથે પાયલોટ હિતેશ ભાઈ રબારી ઘટના સ્થળે પહોંચી વાછરડું આડુ હોવાથી પશુ ધારક ચિંતામાં મુકાઈ જતા ઈમરજન્સી પશુ દવાખાના ને કોલ કરતા ઘટના સ્થળ આવી પ્રાથમિક સારવાર આપી હતી આ ઘટના દરમિયાન ઓડિટર પાર્થ ભાઈ પરમાર પણ મંથલી ચેકિંગ કરવા માટે હાજર રહ્યા હોય જે તસવીરમાં નજરે પડ્યું છે