
વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર : વાંકાનેરમાં 2018 થી દર માસના પ્રથમ રવિવારે વાંકાનેરના પુલ દરવાજા ખાતે પુસ્તક પરબ ચાલી રહ્યું છે જેમાં શિક્ષકો દ્વારા નિસ્વાર્થ ભાવે આ કાર્યને વળગી રહ્યા હોય જેના ભાગરૂપે દાતાઓ દ્વારા મળેલા રોકડ રૂપિયા ના પુસ્તકોની ખરીદી કરવામાં આવી હતી જે તારીખ 23/ 8/2024 ના દિવસે પુસ્તક પરબ વાકાનેર ને ભાવિક ભાણજીભાઈ કૈલા (ખાખરેચી) તરફથી ₹20,000 નું દાન મળેલ છે આજે કુલ રૂપિયા 41 હજાર ના પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે આ ખરીદી સહજાનંદ પુસ્તક ભંડાર ભુજ માંથી કરવામાં આવી છે આમાં 15000ના પુસ્તકો બાળ સાહિત્યના 26000 ના પુસ્તકો નવલકથા, નવલિકાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ખરીદવામાં આવ્યા છે. કુલ પુસ્તક ના પાંચ બોક્સ થયા છે .આ પુસ્તક પરમના દાતાઓને નામાવલી નીચે પ્રમાણે છે.1. ભાવેશ ભાણજીભાઈ કૈલા 2. ડોક્ટર બાદી સાહેબ 3.ગોસ્વામી જીતેન્દ્રભાઈ 4.પાંચોટિયા જીતેન્દ્રભાઈ 5. કાલરીયા નરેન્દ્રભાઈ 6.દેલવાડીયા અમિતભાઈ 7.યુવરાજસિંહ વાળા સાહેબ વગેરે દાતાઓ દ્વારા દાન મળ્યું હોય તેવા દાનનું પુસ્તકો ની ખરીદી કરવામાં આવી છે જે પુસ્તક વાચકો માટે સારા સમાચાર છે પાંચ કાર્ટુન માં જુદા જુદા પુસ્તકો એક કાર્ટૂનમાં આશરે 50 થી 60 પુસ્તકો નાના-મોટા રહ્યા છે જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે

