વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં ઇંગ્લીશ દારૂ ભરેલ ટ્રકનું કટીંગ થાય તે પહેલા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૭, ૮૪૦ કી.રૂ. ૫૬,૬૩,૧૦૦/- નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક થતા અન્ય મુદ્દામાલ એમ મળી કુલ કી.રૂ.૮૦,૬૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. વાંકાનેર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં વાંકીયા થી જડેશ્વર તરફ જતા કાચા રસ્તા પર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ અશોક લેલેન્ડ બંધ બોડીનો ટ્રક રજીસ્ટર નંબર- RJ-18- GC-0894 વાળામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૨૭,૮૪૦ કી.રૂ. ૫૬,૬૩,૧૦૦/- તથા ટૂંક તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૮૦,૬૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપી યાસીનભાઇ રહીમભાઇ સમા ઉવ.૩૧ રહે. રાજકોટવાળાને પકડી પાડી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. તેમજ ટ્રક ચાલક આરોપી તથા ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર આરોપીઓ તથા રેકી/પાયલોટીંગ કરવામાં સાથે રહેલ નાશી જનાર આરોપી તથા ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
સોમવાર, ઓક્ટોબર 7
Latest News
- નર્મદેશ્વર મિત્ર મંડળ નવરાત્રી મહોત્સવ 2024 માં રમઝટ બોલાવી
- વાંકાનેર પંથકમાં ચોર એ મચાવ્યો સોર!!! રસીદગઢ બાદ જોધપરમાં ઘેટા બકરાની ચોરી: કડક પેટ્રોલિંગ પોલીસ નુ જરૂરી!!!
- વાંકાનેર પંથકના પુલિયામાં પોલ ફરી એક પુલ માં ગાબડું પડ્યું!!!
- વાકાનેર તાલુકા પોલીસ માં સૌ પ્રથમ પીઆઇ દિલીપ વી ખરાડી એ કર્યા જય ગણેશ!!! નવરાત્રી ના શુભ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
- વાંકાનેર સીટી પોલીસ નવરાત્રી અંતર્ગત ફુટ પેટ્રોલિંગ ના ભાગે વાહન ચેકિંગ કરતા પીએસઆઇ કાનાણી એક સાથે બે ફરજ બજાવતા કેમેરામાં ઝડપાયા!!!
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું