
હાલ સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે શહેરી વિસ્તારમાં માણસોની સાથે પશુધનને પણ ભારે વરસાદના કારણે ભોજન માટે હાલાકી ભોગવવી પડે છે, ત્યારે વાંકાનેરના જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્ર મંડળ દ્વારા શહેરમાં રજડતા ઢોરો માટે પશુ આહાર તથા કુતરાઓ માટે લાડવાની વ્યવસ્થા કરી શહેરભરમાં વિતરણ કરી ઉમદા સેવાકીય કામગીરી હાથ ધરી હતી. આ સેવાકાર્યમાં ગ્રુપના અમિત સેજપાલ, જીજ્ઞેશ કાનાબાર, સોમાણી રાજ, ભરતભાઈ પટેલ, ડાયાલાલ સરૈયા, સાગર પટેલ, ગોપાલ બાવાજી સહિતના કાર્યકરો જોડાયા હતા આ સાથે જ હાલની સ્થિતિમાં લોકોએ તેમની આજુબાજુના વિસ્તારમાં નિરાધાર પશુધન માટે આવી સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરવા જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્રમંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.