છબીકળા આજે સોળેકળાએ ખીલી છે…!!!?. યૌવનનું જોબન જેમ મદમસ્ત ચાલે દુનિયાને ડોલાવે છે, આજેનાં આ યુગમાં તમામ તસ્વીરકાર છે કારણકે તમામ મોબાઈલમાં કેમેરો છે એટલે ફોટા, વીડિયોગ્રાફી કમબાઇન થાય છે, ખુબ ખુશીની વાત છે કે હું ને તમે તસવીરકાર છીએ તેનાથી મોજ મળે અને નિજાનંદ થાયને એક દસ્તાવેજી કરણ થાય કારણ તસવીર અજર અમર છે તેમાં લગરિક કોઈ ફેર પડતો નથી…!!!?. જોકે મને તસવીરની લત 40 વર્ષ પહેલા લાગી હતી અને અલખ જોગી જેમ કેમેરાનો થેલો ખંભે નાખી નિત્ય નિરંતર ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કરું છું કાલે જ જુઓ ને વિરમગામ ગયો તો અને કેમેરામાં આધુનિકતા આવી છે બ્લેક એન્ડ વ્હાઇટથી લઈને કલર ફોટા પાડી શકાય પછી ડીઝીટલ યુગ ને આજે ડ્રોન કેમેરાઓ આવી ગયા છે અને આકાશ માંથી એરીયલવ્યું ફૉટો પાડી શકાય છે,
આજે તસવીરકલા નો દિવસ હોય એટલે ભાટી એન ને તો કેહુ તૂટી જાય હો બાપ હું તો ફોટોગ્રાફીનો જીવડો એટલે હું વધુ નહીં બોલતા મારી પાડેલ તસવીરોનો જ આજે બોલશે ને બધા ને વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની શુભેક્ષા સાથે તસવીરનો લુત્ફ માણો.
ફોટોગ્રાફી ભાટી એન