“ઠેરઠેર સ્વચ્છતા અભિયાન સાથે વરસાદના ખાડા ખબચીયા સાફ કરી દવાનો છટકાવ કરવો જેથી રોગચાળા નો ખતરો ના જન્મે”
વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર:સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટાભાગે કોરાણ ઉઘાડ થયો હોય જેથી તંત્ર વાહકોએ અને શાસન પક્ષ સરકારે પ્રજા લક્ષી કામગીરીને આયોજન પૂર્વક હાથ ધરવી જોઈએ હાલ અતિ ભારે વરસાદના કારણે મોટાભાગના રોડ રસ્તા માર્ગો ભાંગીને ભૂકો થઈ ગયા હોય જેથી ખાડા ખબોચીયા ઉલેચી વરસાદના ગંદા ગટરના પાણી ની સફાઈ કરવી સાથો સાથ દવાનો છટકાવ કરી મખી મચ્છરનો ઉપદ્રવ ના વધે તેની તાકેદારી રાખી લોકોના આરોગ્યનું જતન જળવાઈ એવી તકેદારી રાખવી જોઈએ અને અતિ ભારે વરસાદથી નુકસાન પામેલા નું સર્વે કરી તત્કાલ સહાય કાર્ય હાથ કરવું જોઈએ જેથી લોકો આત્મા નિર્ભર રહી શકે હાલ મંદી મોંઘવારી માં મોટાભાગના ધંધા રોજગાર લોક ડાઉન જેવા હાલ અનુભવી રહ્યા છે ત્યારે કુદરતી આપત્તિજનક ઘટના વખતે જેમ સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્યો સહિત વિરોધ પક્ષના નેતાઓ પણ સેવા કાર્યમાં લાગી ગયા હોય એવી જ રીતે પરિસ્થિતિને ધ્યાને રાખી સ્વચ્છતા અભિયાન સાથોસાથ રોડ રસ્તાના ખાડા માં વરસાદના પાણી ગટરના પાણી ઉલચવાની કામગીરી તંત્ર યુદ્ધના ધોરણે શરૂ કરે જેથી લોકો ને રોગચાળો ના થાય તેવી તત્કાલ તાકેદારી રાખવી જોઇએ જેથી પ્રજા લક્ષી કાર્ય સાથે વિરોધીઓને વિરોધ કરવાનો અવસર મુક્ત બની શકે એના માટે સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્યો સહિત ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓએ ઉઘાડ વાતાવરણમાં સ્થાનિક વિસ્તારોની સાથે જનસંપક કરી તંત્રની તાકેદારી સ્વરૂપે ફરજ ના ભાગે તત્કાલ કામગીરી શરૂ કરવી જોઈએ