વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર:મૂળ ગામ :- કચ્છ વાગડ જિલ્લા નાં માખેલ ગામ ના મોહન ભાઈ રામજી ભાઈ મઢવી એ આજ થી આશરે ચાલીસ વર્ષ અગાઉ વાગડ માંખેલ ગામ ની માત્ર વરસાદ આધારિત સુકી બંજર ખેતજમીન મૂકી ને પેટિયું રળવા વાંકાનેર આવેલ.. જ્યાં રોકાઈ જઇ રંભીબેંન સાથે લગ્નજીવન શરૂ કરી ને ચાર સંતાનો નો જન્મનથયેક જેમાં સૌથી મોટા ભાવેશ ભાઈ ,ત્યારબાદ બહેન રૂપલબેન .. અને એમના થી નાના ભાઈ શ્રી રાજેશભાઈ મઢવી (યુવા એડવોકેટ & નોટરી) અને સૌથી નાના શૈલેષ ભાઈ નો જન્મ થયેલ .. જેને ભણાવા ગણાવા માટે માતા પિતા બન્ને એ કાળી મજૂરી કરી પેટે પાટા બાંધી . પારકા કામો કરી ને મોટા કરેલ અને પગભર કરેલ છે .. જેમાંથી આજ રોજ તારીખ 31-08-1984 નાં રોજ જન્મેલ રાજેશ ભાઈ નો આજરોજ શુભ જન્મ દિવસ છે.રાજેશ ભાઈ એ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધોરણ એક થી સાત વાંકાનેર તાલુકા શાળા ગ્રીન ચોક માં ભણી બાદ માં ધોરણ આઠ થી બાર અમરસિંહજી હાઈસ્કૂલ માં અભ્યાસ કરી ને કોલેજ રાજકોટ એમ. જે. કુંડલિયા માં ઇંગ્લિશ માધ્યમ થી ગ્રેજ્યુએટ થયેલ.. ત્યારબાદ વકીલાત ની માસ્ટર ડિગ્રી સરકારી કોલેજ AMP લૉ કોલેજ માં થી લઇ ને સનદ લીધેલ તેમજ ત્યાર થી પોતાની પ્રાઇવેટ ઓફિસ કરી વકીલાત કરી વાંકાનેર પંથક નાં તમામ લોકો ને ન્યાય અપાવી ને આગવું સ્થાન ધરાવે છે . ત્યારબાદ આટલે થી નહિ અટકતા 2020 માં ભારત કેન્દ્ર સરકાર તરફથી નોટરી તરીકે ની નિમણુંક મેળવી ને ચાર ચાંદ લગાવી ને લોકો ની સેવા નો અનોખો યજ્ઞ ચાલુ કરેલ છે જેમાં નાત જાત નાં ભેદભાવ વિના .. ગરીબ અમીર નાં ભેદ વિના સર્વે સમાજ નાં લોકો ને ન્યાય અપાવી લોકો નાં દિલો માં “રાજ” કરે છે આ રાજ રાજગોર ..
તેવો રાજકીય જીવન માં Bjp નાં પાયા નાં પથ્થર તરીકે વાંકાનેર શહેર નાં પૂર્વ ઉપ પ્રમુખ રહી ચૂક્યા છે અને લીગલ સેલ માં કનવિનેર તરીકે સેવા આપી ચૂક્યા છે… સામાજિક જીવન માં સમસ્ત બ્રહ્મ સમાજ ના ઉપ પ્રમૂખ તરીકે હાલ કાર્યરત છે અને રાજગોર યુવા ગ્રુપ , પરશુરામ યુવા ગ્રુપ, હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ વિગરે માં સેવાકીય કર્યો કરી ને માનવતા મેહકાવે છે.. વધુ માં શહેર ગ્રાહક સુરક્ષા મંડળ માં મંત્રી અને લીગલ એડવાઈઝર રહી ને ગ્રામ્ય પ્રજા નાં કાયદાકીય પ્રશ્નો ઉકેલી ને ન્યાય અપાવી લોક ઉપયોગી જીવન જીવે છે જેથી સર્વ સમાજ ના આગેવાનો રાજગોર બ્રાહ્મણ સમાજ સહિત વકીલો પોલીસ પત્રકાર વગેરે જન્મદિવસ નિમિત્તે બહોળો મિત્ર વર્ગ શુભેચ્છા જન્મદિવસની રૂબરૂ whatsapp instagram facebook ના માધ્યમથી પાઠવી રહ્યા છે જે વાંકાનેરમાં વરસાદી માહોલમાં પત્રકાર મહંમદ ભાઈ રાઠોડ સાથે પરિસ્થિતિ અંતર્ગત મોસમના હાલ હવાલ જાણી મુલાકાત કરી રહ્યા છે જે તસવીર માં દ્રશ્ય થાય છે