
મોરબી નગરપાલિકામાં વિવિધ સમસ્યાઓ અંગે સતત કોંગ્રેસ પાર્ટી દ્વારા રજૂઆત ફરિયાદો કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ મોરબી નગરપાલીકા માં આવેલ રીઝનલ કમિશ્નર શ્રી મહેશ જાની સાહેબ સાથે મોરબી આવાસ યોજના, ઈમ્પેક્ટ ફી, ૪૫ ડી, નંદિધર સહિતનાં મુદ્દે ચર્ચા કરી. જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, જીલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, સતિષભાઈ પટેલ સહિત નાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.

