
મોરબી:સમગ્ર દેશભરમાં 78 માં ગણતંત્ર દિવસની 15 ઓગસ્ટ અજાસત્તાક દિન નિમિત્તે મોટાભાગના પ્રજા ચિંતન રાષ્ટ્ર ચિંતન ફરજ ની સાથે માનવતા મહેકાવનાર કર્મચારીઓ સેવકો સેવા ભાઈઓ વગેરે ને શ્રેષ્ઠ કામગીરી અંતર્ગત સન્માનિત કરવાના કાર્યક્રમો વિવિધ અધિકારી પદ અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યા હતા તેમાં અમુક કર્મચારીઓ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગેરહાજર રહ્યા હોય તેવા અધિકારીઓને નોટિસ ફટ કરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ગેરહાજર રહેવા અંગેના ખુલાસા માંગવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારી/કર્મચારીને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જિલ્લાના (૧) જિલ્લા રજીસ્ટાર મોરબી, (૨) કાર્યપાલક ઈજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૬/૧, મોરબી, (૩) કાર્યપાલક ઇજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૫/૨ ધ્રાંગધ્રા કેનાલ, મોરબી, (૪) કાર્યપાલ ઇજનેર સિંચાઈ (સ્ટેટ), મોરબી, (૫) બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ મોરબી, (૬) મત્સ્યોદ્યોગ અધિકારી મોરબી કાર્યક્રમમાં ગેરહાજર રહેતા તેઓને જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા નોટિસ આપી કયા કારણોસર જાણ કર્યા વગર ગેરહાજર રહયા છે તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે.