
વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: મોરબી જિલ્લાના પૂરગ્રસ્તો હોય કે ગમે તે પરિસ્થિતિમાં હોય માનવ સેવા માટે સદાય તપ્તર રહેતા ટંકારા તાલુકાના અન્ન પુરવઠા સલાહકાર વિભાગના બીપીનભાઈ પ્રજાપતિ અને તેની ટીમ દ્વારા ૨૦૦૦ ફૂટ પેકેટ તૈયાર કરી માનવતાની મીશાલ જલાવી હતી સાથે સાથે ટંકારા આર.એસ.એસ. રાષ્ટ્રીય સ્વંય સેવક દ્વારા ૫૦૦ જેટલા ફૂટ પેકેટ પેકિંગ કરાવી તાબડતોડ અસરગ્રસ્તો ને મળે તે માટે ભારે જહેમત ઉઠાવી હતી ગમે ત્યારે કુદરતી આફત હોય કે માનવસર્જિત આફત હોય કે કોઈ પણ આકસ્માતનો સમય હોય આવા સમયે બીપીનભાઈ પ્રજાપતિ તેમજ મોરબી વરિયા પ્રજાપતિ સમાજ હર હંમેશ રાષ્ટ્રીય ની સેવા કરવામાં કદી પણ પાછી પાની કરતો નથી આજે પણ કુદરતી આફતના સમયે ચાર કલાકની અંદર ૨૦૦૦ ફૂટ પેકેટ તૈયાર કરી માનવતાની મહેક પ્રસરાવી હતી