
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં ICSI જેવી સંસ્થાનો બહુમૂલ્ય ફાળો બની રહેશે. તેમણે ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની નીતિ તેમજ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી ગુજરાતમાં થયેલ પ્રગતિનો ઉલ્લેખ કરવાની સાથોસાથ ‘મેક ઇન ઇન્ડિયા’ના સંકલ્પ સાથે ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’નું નિર્માણ કરવા આહવાન કર્યું હતું.
