
વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર:મેંગોપીપલ પરીવાર દ્વારા રક્ષાબંધન અને શ્રાવણ માસના પવીત્ર સોમવારની ઉજાણી કંઈક અલગ રીતે કરવામાં આવેલ. ઝૂંપડપટ્ટીના બાળકો માટે મીની પીકનીકનું સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં બધા બાળકોએ રેસ્ટોરન્ટમાં પીઝા, સોફ્ટડ્રીંક, ગાર્લિક બ્રેડ અને ટ્રીપલ ચોકલેટ બ્રાવુની કેકની મજા માણી હતી. સંસ્થા તરફથી બધા બાળકો માટે વાહન ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ.ઝૂંપડપટ્ટીના બાળકો પહેલી વખત આ રીતે પોતાના ઝુંપડામાંથી બહાર આવી અને મોટી રેસ્ટોરન્ટ માં ભોજન લીધેલ. બધા બાળકોના ચહેરા પર સ્મિત આવી ગયેલ જેનો શ્રેય સંસ્થા પ્રમુખ મનીષ ભાઈ રાઠોડ, રૂપલબેન રાઠોડ તથા પૂર્વીબેન કવા ને મળેલ.
મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા ૧૧ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ સંસ્થા છે. મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટીના બાળકોને નિઃશુલ્ક એજ્યુકેશનની સાથે સાથે જ્ઞાન સાથે ગમ્મત અને શુદ્ધ પોષ્ટિક નાસ્તો પણ આપે છે.