
વાંકાનેર :આજના આધુનિક યુગમાં યુવા ધન કોમ્પ્યુટર મોબાઇલ મા આંગળીના ટેરવે સંપૂર્ણ વિગતો પ્રાપ્ત કરી શકે છે જેથી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થી વર્ગ નાસીપાસ થયા વગર સફળતાની સીડી પ્રાપ્ત કરી શકે સંઘર્ષ સફળતાની આગવી ઓળખ પૂરી પાડે છે એવું 2023 માં તલાટી ક્રમ મંત્રીઓના પ્રમુખ તરીકે વરણી પામેલા ભાવેશભાઈ બચુભાઈ ડાભી નું કહેવું છે જેવો એ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા નાના એવા ગુંદા ગામે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી આજે તલાટી ક્રમ મંત્રી તરીકે ઓળખ પુરી પાડી કોળી સમાજ ના ડાભી કુટુંબના ભાવેશભાઈ આપેલી અમારા પત્રકાર ને ટૂંકી મુલાકાતમાં જણાવ્યું હતું કે જન્મભૂમિ ગુંદા માં ધોરણ 1 થી 7 સુધીનો અભ્યાસ કરી વધુ અભ્યાસ એટલે કે 12 ધોરણ સુધીનો શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ રાજકોટ રંગીલા શહેરમાં કર્યો છે ત્યારબાદ સીપીએડ નો અભ્યાસ ગાંધીનગર કરી તેઓ તલાટી ક્રમ મંત્રી તરીકે 17 9 2007 થી વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવી છે જેમાં તેનું પ્રથમ પોસ્ટિંગ માં ખોડલ માતાજીના મંદિર માટેલ ખાતે માટેલ ગામ પંચાયતમાં થયું હોય જે ભાવેશભાઈ ડાભી માટે માતા-પિતા અને માતાજીના આશીર્વાદથી પ્રગતિ સાથે મિત્ર સ્વાભાવિ ભાવેશભાઈ ડાભી મંત્રીમંડળના પ્રતિનિધિ તરીકે પણ સેવા ભાગે નિભાવી હોય તેના ભાગરૂપે 2023 માં મંત્રીમંડળના પ્રમુખ તરીકેની વર્ણી કરવામાં આવી છે આમ વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તાર માં માટેલ રાતી દેવડી ભીમગુડા જોધપુર ઢુવા જાંબુડીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ અધિકારીઓના આદેશથી પ્રજાલક્ષી કાર્યો સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં ફરજ ના ભાગે માનવતાભેર કાર્ય પણ કરવામાં ભાવેશભાઈ ડાભીએ પીછે હટ કરી નથી કોરોના કાળ દરમિયાન પરપ્રાંતિયો રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી વતન મોકલવા અને રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે એ ગ્રામ્ય વિસ્તારના લોકો તેના કાર્યથી પરિચિત છે અને સરકાર દ્વારા સંકટ સમયે પ્રજાલક્ષી કાર્યમાં પરિસ્થિતિને ધ્યાને રાખે પરિપત્રો પ્રસિદ્ધ કરતા હોય તેને અમલ કરાવવામાં પણ ફરજના ભાગે તલાટી મંત્રી ભાવેશભાઈ ડાભી એ જરા હટ કે કામગીરી કરી ગ્રામ્ય વિસ્તાર ની પ્રજાના હૃદયમાં સ્થાન પામ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી ઇમરજન્સી સંકટ સમયે સરકારના ધારા ધોરણ નીતિ નિયમો અનુસાર તત્કાલ દાખલા આપી જરૂરત મંદ અને વિદ્યાર્થીઓના આશિષ મેળવ્યા છે એવા મિત્ર સ્વભાવના ભાવેશભાઈ ડાભી એ ફરજ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છ પોતાનું ગ્રામ્ય વિસ્તાર રહે તેવા સૂચન માર્ગદર્શનો અને ગામના અગ્રણી આગેવાનો સાથે બેઠક મીટીંગ કરી ગ્રામ્ય વિસ્તારને રળિયામણું અને વિકાસલક્ષી સરકારની વિવિધ યોજનાઓ થી લોકોને માહિતગાર કરી ગ્રામ્ય વિસ્તારનો વિકાસ યોગ્ય દિશામાં રહે તેવા પ્રયાસો કર્યા છે અને કરતા રહે છે વૃક્ષારોપણ વિકસિત ભારત રથયાત્રા શહીદોને શ્રદ્ધાંજલિ તિરંગા યાત્રા વગેરે કામગીરીમાં પ્રજા ચિંતન રાષ્ટ્ર ચિંતન કાર્યમાં તત્પર રહી ને વાંકાનેર તાલુકામાં પ્રતિષ્ઠ તલાટી મંત્રી તરીકેની ભાવેશભાઈ ડાભી ઓળખ પુરી પાડી હોય એ વાતને કોઈ સંસ્થા નથી નાના એવા ગુંદા ગામમાં પોતાની જન્મભૂમિ હોય હાલ તેઓની કર્મભૂમિ વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારો રહ્યા હોય જેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાહિત કાર્યની વેગ આપી રહ્યા છે