વાંકાનેર ખાતે 4/08/2024 ને રવિવારના દિવસે ગાયત્રી મંદિર ખાતે સંસ્કાર ભવનમાં આયોજીત કાર્યક્રમમાં સ્વાગત માટે ગાંગિયાવદર પ્રા.શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્વાગત ગીત અને પિરામિડ રજૂ કરેલ.
સાળંગપુર ધામ આર્યન ભગત તથા કાળાસર ઠાકરધણીની જગ્યાનાં મહંત પ. પું. વાલજી ભગત તથા પરિવર્તન કોળી કેરિયર એકેડેમી સુરેન્દ્રનગરનાં ડૉ. મુકેશભાઇ મકવાણા તથા વાંકાનેર રેન્જ ફોરેસ્ટનાં આરએફઓ શ્રી જે. જી. મેણીયા સાહેબ તથા વાંકાનેરનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કોળી સમાજના સામાજીક અને રાજકિય આગેવાનો તથા વાલીઓ તથા સરકારી કર્મચારીઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સિલ્ડ, પ્રમાણપત્ર, શૈક્ષણિક કીટ આપવામાં આવેલ.
આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે મહંત પ. પું. વાલજી ભગતશ્રીએ ઉદ્બબોધન આપેલ. તેમજ સાળંગપુર ધામથી પધારેલ આર્યન ભગત શ્રીએ સમાજમાં એકતા આવે. સમાજ વ્યશન મુક્ત થાય , શિક્ષણ સાથે જીવન ઘડતર તેમજ જીવનમા ધર્મનું મહત્વ સમજાવતું પ્રેરક પ્રવચન આપેલ. રેન્જ ફોરેસ્ટર સાહેબ શ્રી મેણીયા સાહેબે સમાજ સાથે સાથે પર્યાવરણ જતન અંતર્ગત પોતાનું પ્રવચન આપેલ.
પરિવર્તન કોળી કેરિયર એકેડેમી સુરેન્દ્રનગરનાં ડો. મુકેશભાઇ મકવાણાએ સમાજમાં સરકારી નોકરી માટે કારકિર્દી માર્ગદર્શન આપીને સમાજના યુવાનો વ્યસન મુક્ત બનીને સમાજમાં જાગૃતિ લાવવા આહવાન કર્યું. સમાજના સામાજીક અને રાજકિય આગેવાનો શૈક્ષણિક કાર્યોમાં સાથે રહીને પૂરતો સહયોગ આપવા પણ હાકલ કરેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોળી કેરિયર એકેડેમી વાંકાનેર ની આયોજક ટીમે જહેમત ઉઠાવેલ.