
મોરબી જીલ્લા ની અમુક ટ્રાફિક સમસ્યા જેવી કે કુબેર થી આગળ આવેલ નવલખી ફાટક પાસે ત્રણ થી ચાર સ્કૂલો આવેલી છે તે ઉપરાંત ત્યાં આજુબાજુ મા ઘણી બધી સોસાયટી આવેલી છે આ જગ્યા એ આવેલી ફાટક બંધ થાય ત્યારે વાહન સામે સામે આવી ને ઉભા રાખી દેતા હોવા થી ત્યાં ના રહીશો તેમજ સ્કૂલ આવતા જતા બાળકો તેમજ વાલીઓ ને ખુબજ મુશ્કેલી પડતી હોય છે ઘણી વખત એમ્બ્યુલન્સ પણ ત્યાં ફસાય જતી હોય છે એને ધ્યાન મા રાખી ને ત્યાં એક ટ્રાફીક પોઇન્ટ આપવા મા આવે તેમજ વચ્ચે બેરિકેટ ગોઠવી આવક જાવક નો રસ્તો થોડે સુધી અલગ કરે જેથી ટ્રાફિક સમસ્યા મા ફરક પડે એવી રજુઆત આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ , દિવ્યેશ મંગુનીયા, રમેશ સદાતિયા, પરિમલ કૈલા તેમજ મનુભાઈ ચાવડા દ્વારા કરવા મા આવેલ છે તેમજ સાથે લોકો ને પણ જાગૃત થવા અપીલ કરી છે ટ્રાફીક નિયમો નું પાલન કરવું જોઈએ અને હાઇવે ઉપર બાઈક ચાલક લોકો એ હેલમેટ ફરજિયાત પહેરવા જોઈયે તેમજ ટ્રાફીક પોલીસ ને સહયોગ આપવો જોઈએ એવી વિનંતી કરી છે
