રેતી ચોરી કરતા ડમ્પરને જમા કરાવવા જતાં સમય રસ્તામાં જ ડમ્પર ચાલક નાસી છુટ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર વિસ્તારમાં ગઇકાલે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી દરમ્યાન મેસરીયા નજીકથી ત્રણ ડમ્પરને સાદી રેતીની રોયલ્ટી વગર હેરાફેરી કરતા ઝડપી લીધા હોય, જે બનાવમાં ઝડપાયેલ ડમ્પરને વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા જતાં સમયે ડમ્પરમાં સાથે બેઠેલા ખાણ ખનીજ વિભાગના સિક્યોરિટી ગાર્ડની જીંદગી જોખમમાં મૂકી ખનીજ ચોર ડમ્પર ચાલક હાઇવે પર ચાલું ડમ્પરે ઉતરી નાસી જતાં આ મામલે ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ગઈકાલે વહેલી સવારે વાંકાનેરના મેસરીયા નજીકથી સાદી રેતીની રોયલ્ટી વગર હેરાફેરી કરતા એક ડમ્પર નં. GJ 13 AW 6451 ને ખનીજ ચોરી કરતા સબબ ઝડપી પાડી ખાણ ખનીજ વિભાગની સૂચના મુજબ સિક્યુરિટી ગાર્ડ અને નિવૃત આર્મીમેન મહેશભાઈ મોતીભાઈ ગોધાણી ડમ્પર ચાલક આરોપી રાજુભાઇ પરમારને ડમ્પર વાહન સાથે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન જમા કરાવવા જતા હોય ત્યારે રસ્તામાં જાલીડા ગામના બોર્ડ પાસે ડમ્પર ચાલક રાજુ પરમાર ચાલું ડમ્પરે કૂદકો મારી નાસી ગયો જઇ સિક્યુરિટી ગાર્ડનો જીવ જોખમમાં મુકી દીધો હતો….
જો કે આ બનાવમાં નિવૃત આર્મીમેન મહેશભાઈ હેવી લાયસન્સ ધરાવતા હોય મહામહેનતે ડમ્પરને કાબુમાં કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકે જમા કરાવી આરોપી ડમ્પર ચાલક રાજુ પરમાર ફરિયાદ નોંધાવી છે….