વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો તિરાડ સાથે ખાડાધારી થતા ભૂકરવા પથ્થરના બેલા ભરેલ ટ્રેક્ટર પલટી ખાઈ ગયુ!!!
વાંકાનેર શહેરના માર્ગો માં ખાડા થી વાહન ચાલકો રાહદારીઓ ને અવરજવર વખતે અકસ્માતનો ભય સતત રહ્યો હોય ત્યારે વિકાસ નો માર્ગ મજબૂતાઈ થી મઢવા માં સરકારી બાબુ અને મેન્ટેનન્સ મંજૂરી ગ્રાન્ટ વગેરે પ્રક્રિયા અંતર્ગત સમય માંગી લેતા હોય છે પરંતુ હાલ ચોમાસાની ઋતુમાં ખાડાથી વરસાદ અને ગટરના પાણીથી ભરાઈ તો મચ્છરોનો ઉપદ્રવ વધે અને રાહદારી પ્રજાના હાડકા ભાગે વાહનો પલટી મારે તેવા અકમાતો માં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ એ પહેલા તંત્ર વાહકોએ વાંકાનેર ના મુખ્ય માર્ગો માં વહીવટદાર અને ચીફ ઓફિસરે લટાર મારવી જોઈએ અને ચોમાસાની ઋતુને ધ્યાને રાખી પાણી આવ્યા પહેલા પાર બાંધી મુખ્ય માર્ગોને ખાડા બુરી હાલ ચોમાસા અંતર્ગત લોકોને રાહત મળે તેવા પ્રયાસો કરવા જોઈએ અને ચોમાસુ પૂર્ણ થયા પછી વિકાસની મજબૂતીની મોહર મજબૂત પકડ સાથે પાકો માર્ગ બને જેથી વાહન ચાલકો અને મતદાર પ્રજા સમસ્યાઓ મુક્ત થાય તે ડિજિટલ ગુજરાત મા જરૂરી બન્યુ છે