
વાંકાનેર શહેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ દેવાભાઈ ગમારા (ઉ.વ. 35) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….