વાંકાનેર પંથકમાં મહોરમ શરીફ ના પ્રથમ ચાંદ થી સમગ્ર વિસ્તારમાં શહીદે હુસૈન ની યાદમાં કોમી એકતાના પ્રતીક મહોલ છવાયો
“ઠેર ઠેરઠેર ન્યાઝ તકસીમ છબીલ કમિટી દ્વારા વિવિધ ખાધ સામગ્રી ના લંગરખાના પ્રથમ ચાંદ થી 10 ચાંદ સુધી શરૂ”
by આરીફ દીવાન વાંકાનેર
વાંકાનેર સમગ્ર દેશ વિદેશમાં નબી સાહેબ ના નવાસા શહીદે કરબલા વાલે ઇમામે હસન હુસૈન ની યાદ માં મનાવવામાં આવતા મોહરમ શરીફ નિમિત્તે મુસ્લિમ સમાજના નવા વર્ષ મહોરમ ના પ્રથમ ચાંદ થી 10 ચાંદ સુધી શહીદે હુસૈન ના ચાહકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો જીક્ર શરીફ કુરાન શરીફ ની તિલાવત વાયજ શરીફ ની તકરીર મિલાદ સહિત ન્યાઝ તકસીમ ના લંગરખાના શરૂ મહોરમના પ્રથમ ચાંદ થી શરૂ થઈ જતા હોય છે ત્યારે વાંકાનેરમાં પણ આશિકે હુસેન દ્વારા વિવિધ ખાદ્ય સામગ્રી ઠંડા પીણા ચા દૂધ કોફી સબીર કમિટી દ્વારા ન્યાઝ તકસીમ કરવામાં આવી રહી છે તેમાં લક્ષ્મીપરા ખાટકી પરા કુંભાર પરા ગ્રીન ચોક સલોટ શેરી ગુલાબ નગર ચંદ્રપુર માર્કેટ ચોક ભાટીયા સોસાયટી દિલ દાસ પીર દરગાહ પાસે સિપાઈ શેરી મુમના શેરી વીસીપરા શક્તિપરા 25 વારિયા ગુલાબ નગર ગુલશન નગર જિનપરા સિપાઈ શેરી વડા લીમડા ચોક દાતાર ટેકરી શાહ બાવા ચોક બાવાગોર મિલેનિયમ પાર્ક સહિત સમગ્ર વાંકાનેર અને ગ્રામ્ય વિસ્તાર એવા પાંચ દ્વારકા સિંધાવદર પ્રતાપ ગઢ તીથવા મહિકા કોઠી જોધપર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહીદે કરબલા શહીદે ઇમામે હસન હુસૈન ની યાદમાં મહોરમ શરીફ નિમિત્તે વિવિધ ધાર્મિક કોમી એકતાના પ્રતિક મુસ્લિમ સમાજ દ્વારા કાર્યક્રમ મોહરમ શરીફ ના પ્રથમ ચાંદ થી 10 ચાંદ તાજીયા ઠંડા થાય ત્યાં સુધી હિંદુ મુસ્લિમ સમાજ એ ન્યાઝ (પ્રસાદ ) નો માટે છબીલોમાં મહિલાઓ બાળકો યુવાનો વૃદ્ધો ની લટાર જોવા મળતી હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રવેતા મુજબ ઉપરોક્ત વિસ્તારમાં વર્ષોથી છબીલ કમિટી દ્વારા આયોજકો દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે