વાંકાનેર પંથકના 102 ગ્રામ્ય વિસ્તારોમાં 92 ગામ પંચાયત માં તલાટી ક્રમ મંત્રીઓની ઘટના થી બે થી ત્રણ ગ્રામ્ય વિસ્તારમાં એક તલાટી મંત્રી!વાહ રે વિકાસ!!!
“તલાટી ક્રમ મંત્રીઓનું મહેકમ 62 નું અને 51 તલાટી મંત્રીઓ ફરજ પર થી ગ્રામ્ય વિસ્તારની વસ્તી આશરે 1,85,000 મતદાર પ્રજા ને થતી હાલાકી હળવી કરવા મહેકમ થી વધુ તલાટી ક્રમ મંત્રીઓની ભરતી જરૂરી”
વાંકાનેર તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તાર ની વસ્તી આશરે 1,85,000 રહી છે જે વાંકાનેર તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારો 102 જેટલા હોય અને ગ્રામ પંચાયત 92 રહી છે તે 92 ગ્રામ પંચાયતમાં તલાટી ક્રમ મંત્રીઓની ઘટ માં જુના ઢાંચાને વળેલી સિસ્ટમ સ્વરૂપે 62 નું મહેકમ રહ્યું હોય તેના પ્રમાણમાં હાલ ચાલુ ફરજમાં 51 જેટલા તલાટી મંત્રીઓ ફરજ ના ભાગે ફરજ બજાવી રહ્યા હોય તેવું ચિત્ર વાંકાનેર તાલુકાની ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓ સ્વરૂપે ગ્રામ્ય વિસ્તારના લોકો અનુભવી રહ્યા છે જેમાં એક તલાટી મંત્રી બે થી ત્રણ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા હોય તેના ભાગરૂપે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકોને ના છૂટકે મહત્વના ડોક્યુમેન્ટ જન્મ મરણ ના દાખલા ઓળખના દાખલા સહિતના વિગેરે ડોક્યુમેન્ટ અંતર્ગત તલાટી મંત્રીની સહી સિક્કા માટે વાંકાનેર તાલુકા પંચાયતે ધકો ખાવો પડે અથવા તો જે તે ગામમાં ફરજ બજાવતા હોય ત્યાં ધકો ખાવો પડતો હોય તેવું તલાટી મંત્રીઓની ઘટથી ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજા અનુભવી રહી છે એક તરફ ડિજિટલ ગુજરાતમાં ગુજરાતના દરેક શહેર જિલ્લાઓ મા આધુનિક યુગ ને ધ્યાને રાખી લોકોને ઝડપી ન્યાયિક પ્રશ્નોનો નુ નિરાકરણ મતદાર પ્રજા ચિંતક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન ના પ્રયાસો રહ્યા છે એ પ્રયાસો પર તલાટી મંત્રીઓના મહેકમ અનુસાર ભરતી ના અભાવે મહેકમ મુજબ તલાટી મંત્રીઓની ઘટ થી વાંકાનેર પંથકના 102 ગ્રામ્ય વિસ્તારો 92 ગામ પંચાયત માં માત્ર 51 તલાટી મંત્રીઓ થી ગ્રામ્ય વિસ્તારનો વિકાસ રૂધાતો હોય કે આજના આધુનિક યુગમાં વિકાસની વાતો કરનાર નેતાઓ માટે લાલબત્તી સમાન બની છે